Delhi

મુંબઈની એક રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ, ૧નું મોત, ૨૨ને ખસેડાયા હોસ્પિટલ

નવીદિલ્હી
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પારેખ હોસ્પિટલ પાસે જૂનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રેસ્ટોરન્ટમાં આગના કારણે પારેખ હોસ્પિટલમાં જે ૨૨ લોકોને દાખલ કરાયા હતા તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. એવું કહેવાય છે કે પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગવાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની ફરિયાદ બાદ આ પગલું લેવાયું. મળતી માહિતી મુજબ પારેખ હોસ્પિટલ પાસે આવેલી એક પિઝા રેસ્ટોરન્ટમાં શનિવારે બપોરે આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી થતા પારેખ હોસ્પિટલમાં દાખલ ૨૨ દર્દીઓને તત્કાળ બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર કર્મીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક લોકો હોસ્પિટલમાં ફસાયેલા હતા પરંતુ કહેવાય છે કે આ તમામ દર્દીઓને પણ ફાયરના કર્મીઓ હેમખેમ બહાર કાઢી લીધા છે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *