નવીદિલ્હી
નીતિન પટેલે એક કાર્યક્રમમાં યોગ્ય તક ના મળતી હોવાના કારણે લોકો વિદેશ જઈ રહ્યાં હોવાનું નિવેદન કર્યું હતું. જે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરોક્ષ રીતે જણાવ્યું હતું કે, દેશમાં જાે કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય, તો તે ગુજરાત છે. આ સાથે જ હર્ષ સંઘવીએ નાગરિકોને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવાનો પ્રયાસ કરનારા લેભાગુ એજન્ટોને ચેતવણી આપી હતી. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ નીતિન પટેલના સુરમાં સુર પુરાવ્યો છે. જેના કારણે કેનેડા બોર્ડર પર મોતને ભેટેલા પરિવારને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ કબૂલે છે, કે રાજ્યમાં રોજગારીની યોગ્ય તકો નથી. આજે રાજ્યમાં સરકારી ભરતીઓમાં કૌભાંડો થઈ રહ્યાં છે. રાજ્યના કોઈપણ વિષયમાં અભ્યાસ કરેલા યુવાનો આજે રોજગારીથી વંચિત છે. જ્યારે ગુજરાતના ગૃહમંત્રી રાજ્યમાં રોજગારીની અનેક તકો છે કહીં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. વધુમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતની સાચી સ્થિતિ એ છે કે, રાજ્યમાં ૈં્ પાસ થયેલો યુવાન અમેરિકાની સિલિકોન વેલીથી હૈદરાબાદ, બેંગલુરુ અને પૂણે જઈને પોતાની કારકીર્દી બનાવી શકે છે, પરંતુ અહીં તેને યોગ્ય તક નથી મળતી. ગુજરાતમાં સ્મ્છ, કોમર્સ ગેજ્યુએટ થયેલા યુવાનો રોજગારથી વંચિત છે. તેઓને નોકરી જાેઈતી હોય, તો તેમને વગ અને રૂપિયાનો ઉપયોગ કરવો પડે છે.થોડા દિવસ પહેલા જ અમેરિકા-કેનેડા બોર્ડર પર ગુજરાતના પટેલ પરિવારના ૪ સભ્યો થીજીને મોતને ભેટ્યા હતા. આ ઘટનાને લઈને રાજ્યમાં રાજકીય નિવેદન બાજી શરૂ થઈ ગઈ છે. અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં યોગ્ય તકોના અભાવે લોકો દેશ છોડવા મજબૂર હોવાનું નિવેદન આપ્યું હતું. જેને હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોતાનું સમર્થન આપ્યું છે.
