નવીદિલ્હી
ફિરોઝપુરમાં મોદીની સુરક્ષામાં ‘ગંભીર ખામી’ની તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની પેનલ સમક્ષ શુક્રવારે હંસ સહિત અનેક વરિષ્ઠ પોલીસ અને સિવિલ અધિકારીઓ હાજર થયા હતા. ફિરોઝપુરમાં રસ્તો બ્લોક કરનાર સંગઠન ‘ભારતીય કિસાન સંઘ (ક્રાંતિકારી)’ના વડા સુરજીત સિંહ ફૂલે કહ્યું હતું કે, ફિરોઝપુરના જીજીઁએ તેમને સૂચના આપી હતી કે નરેન્દ્ર મોદી રોડ માર્ગે પરથી આવી રહ્યા છે. ફૂલેએ કહ્યું હતું ‘પરંતુ, અમે વિચાર્યું કે રસ્તો ક્લિયર કરવાની (અધિકારી દ્વારા) કોઈ યુક્તિ છે. આ દરમિયાન જે અન્ય પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં નૌનિહાલ સિંહનો સમાવેશ થાય છે. તેમને જલંધરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ.કે. મિત્તલને રૂપનગરના પોલીસ મહાનિરીક્ષક તરીકે અને સુખચૈન સિંઘને અમૃતસરના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાનક સિંહ અને અલકા મીનાને અનુક્રમે ગુરદાસપુર અને બરનાલાના જીજીઁ બનાવવામાં આવ્યા છે. હરકમલપ્રીત સિંહ ખાખ અને કુલજીત સિંહ – બે ઁઁજી અધિકારીઓને નવા પોસ્ટિંગ ઓર્ડર આપવામાં આવ્યા છે. તે જ સમયે, વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી વીરેશ કુમાર ભાવરાને પંજાબ પોલીસના નવા મહાનિદેશક (ડીજીપી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શનિવારે એક સરકારી આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો (વિધાનસભા ચૂંટણી તારીખ ૨૦૨૨)ની જાહેરાતના થોડા કલાકો પહેલા આ આદેશ આવ્યો છે. પંજાબ હોમગાર્ડના ડીજીપી રહી ચૂકેલા ભાવરાએ ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયનું સ્થાન લીધું છે.પંજાબ સરકારે ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનદીપ સિંહ હંસ સહિત સાત આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. અધિકારી હંસને લુધિયાણા સ્થિત ત્રીજા ૈંઇમ્ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે. ૈંઁજી અધિકારી નરિન્દર ભાર્ગવને જીજીઁ તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કથિત ખામી દરમિયાન હંસ ફિરોઝપુરના જીજીઁ હતા. હુસૈનીવાલા જઈ રહેલા વડાપ્રધાન મોદીનો કાફલો વિરોધીઓ દ્વારા નાકાબંધીને કારણે ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો અને મોદીને કોઈપણ કાર્યક્રમ કે રેલીમાં હાજરી આપ્યા વિના દિલ્હી પરત ફરવું પડ્યું હતું.


