Delhi

વિરાટ કોહલી અમદાવાદમાં સદીઓનો નવો ઈતિહાસ રચશે

નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૬ ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. દર વખતની જેમ આ સિરીઝમાં પણ ઘણા રેકોર્ડ દાવ પર લાગેલા છે. ખાસ કરીને, સૌથી વધુ નજર વિરાટ કોહલી પર હશે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ લગભગ અઢી વર્ષથી સદી ફટકારી નથી અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સિરીઝમાં તે રાહ પૂર્ણ થઈ જશે. પરંતુ તે માત્ર સદીની વાત નથી, પરંતુ તેની સાથે એક રેકોર્ડ પણ આવી શકે છે, જે વિરાટને સચિનથી આગળ લઈ જશે. જાે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીમાં એક પણ સદી ફટકારે છે, તો તે ટીમ સામે સૌથી વધુ ર્ંડ્ઢૈં સદી ફટકારનાર બેટ્‌સમેન બની જશે. વિરાટ કોહલીએ હાલમાં વિન્ડીઝ ટીમ સામે ૩૮ ઇનિંગ્સમાં ૯ સદી ફટકારી છે. આ સંદર્ભમાં, તે સચિન તેંડુલકર સાથે બરાબરી પર છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે ર્ંડ્ઢૈં કારકિર્દીમાં ૮ સદી ફટકારી હતી. આ બે બેટ્‌સમેન પણ આ યાદીમાં બીજા નંબર પર છે. કોહલી અને સચિને શ્રીલંકા સામે ૮-૮ સદી ફટકારી છે. કોહલીએ ૪૬ ઇનિંગ્સમાં આ કારનામું કર્યું છે, જ્યારે સચિને ૮૦ ઇનિંગ્સમાં ૮ સદી ફટકારી છે. જાે કોહલી આ શ્રેણીમાં સદીઓની રાહનો અંત લાવે છે, તો તે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ સાથે બરાબરી કરશે. પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૭૧ સદી ફટકારી હતી, જ્યારે કોહલી ૨૦૧૯ થી ૭૦ સદી પર અટવાયેલો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીનો રેકોર્ડ ઘણો સારો છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ આ ટીમ સામે તેની ર્ંડ્ઢૈં કારકિર્દીમાં સૌથી વધુ ૨૨૩૫ રન બનાવ્યા છે. આમાં તેની એવરેજ ૭૨ અને સ્ટ્રાઈક રેટ ૯૭ છે. ૯ સદી ઉપરાંત તેણે ૧૧ અડધી સદી પણ ફટકારી છે. કોહલીની વનડેમાં છેલ્લી સદી ૨૦૧૯માં વિન્ડીઝ પ્રવાસ પર જ બની હતી. ત્યારબાદ તેણે સતત બે સદી ફટકારી હતી.

Virat-Kohli.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *