‘અશાંત’ નહીં હવે ‘નિર્દેશિત’ વિસ્તારો: ગુજરાત સરકારે અધિસૂચિત કર્યા અશાંતધારા અધિનિયમના સુધારા
ગુજરાત વિધાનસભાએ ગત બજેટ સત્રમાં પસાર કરેલા અશાંતધારા અધિનિયમના સુધારાને સરકારે સત્તાવાર રીતે અધિસૂચિત કર્યા છે જેમાં મહેસૂલ વિભાગ દ્વારા નવા નિયમો સાથેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા નિયમો મુજબ, હવે રાજ્યમાં ‘અશાંત વિસ્તાર’ શબ્દ ભૂતકાળ બની જશે અને તેને ‘સ્પેસિફાઈડ એરિયા’ એટલે કે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારોમાં મિલકતોની ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયા પર નિયંત્રણ રાખવા માટે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અગાઉ ઓગસ્ટ ૨૦૨૩માં મહેસૂલ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને અમદાવાદના કેટલાક વિસ્તારોને વર્ષ ૨૦૨૮ સુધીના ૫ વર્ષના સમયગાળા માટે અશાંત ધારા (ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમ્મુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન એક્ટ ૧૯૯૧) હેઠળ આવરી લેવાયા હતા અને તે સમયે પ્રાંત ઓફિસરોને સત્તા સોંપવામાં આવી હતી. જાેકે, આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે સરકારે આ વર્ષે વિધાનસભામાં નવું સુધારા વિધેયક ૨૦૨૬ પસાર કર્યું હતું, જેના આધારે હવે આ નવું નોટિફિકેશન અમલી બન્યું છે.
મિલકત ટ્રાન્સફર માટે બનશે ખાસ કમિટી અને જીૈં્
નવા નોટિફિકેશન અનુસાર, હવે નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતની ખરીદ-વેચાણ કે ટ્રાન્સફરની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય ‘મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટી’ ની રચના કરવામાં આવશે. આ કમિટીની ભલામણના આધારે જ કોઈ પણ વિસ્તારને ‘સ્પેસિફાઇડ એરિયા’ જાહેર કરવામાં આવશે. મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ કે શંકા જણાય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જરૂર પડ્યે જીૈં્ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની પણ રચના થઈ શકશે.
સરકારે આ સુધારા દ્વારા કાયદો ભંગ કરનારાઓ સામે ગાળિયો વધુ મજબૂત કર્યો છે. જાે કોઈ મિલકતનું ટ્રાન્સફર ગેરકાયદેસર હોવાનું સાબિત થશે, તો તે સોદો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. આટલું જ નહીં, આવા કિસ્સાઓમાં માત્ર ૬ મહિનાની અંદર જ ખરીદદારે લીધેલી રકમ પરત ચૂકવીને મૂળ માલિકને મિલકતનો કબ્જાે સોંપી દેવો પડે તેવો કડક નિયમ પણ આ નવા નોટિફિકેશનમાં જાેડવામાં આવ્યો છે. આ ર્નિણયથી મિલકતોની ગેરકાયદેસર તબદીલી પર સંપૂર્ણ રોક લાગશે તેવી આશા સેવાઈ રહી છે.

