Maharashtra

અભિનેત્રી મૌની રોયે લગ્ન બાદ મિત્રોને પાર્ટી આપી

મુંબઈ
મૌની રોયે તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. અભિનેત્રીએ તેની મહેંદી, સંગીત અને લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના મિત્રો માટે પૂલ પાર્ટીનું આયોજન કર્યું છે. આ પૂલ પાર્ટીમાં અભિનેત્રી બ્લુ કલરના આઉટફિટમાં જાેવા મળી હતી. તે જ સમયે તેનો પતિ સૂરજ નામ્બિયાર સફેદ શર્ટ અને મેચિંગ ટ્રાઉઝરમાં દેખાયો. અભિનેત્રીએ પોતાની અને સૂરજની ઘણી તસવીરો શેર કરી છે. ચાહકોને મૌની અને સૂરજની જાેડી ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શન લખ્યું હતું કે, “થોડો સારો સમય પસાર કરવો સારું છે”. આ સાથે મૌનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના સંગીત સેરેમનીની તસવીરો પણ શેર કરી છે. આ તસવીરમાં મૌની તેની ગર્લ ગેંગ સાથે જાેવા મળી રહી છે. સંગીત માટે, મૌનીએ ઓફ વ્હાઇટ અને ગોલ્ડન કોમ્બિનેશનનો હેવી એમ્બ્રોઇડરી લેહેંગા પહેર્યો હતો. મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયારે ૨૭ જાન્યુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ બંને સંસ્કૃતિના રિવાજાે અનુસાર લગ્ન કર્યા હતા. કારણ કે મૌની બંગાળી છે અને તેનો પતિ સૂરજ મલયાલી છે.

Mouni-Roy-Pool-Party-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *