Delhi

વિરાટ કોહલીએ પાકિસ્તાની બોલરને પોતાની સિગ્નેચર કરેલી જર્સી ભેટમાં આપી

નવીદિલ્હી
ભારતીય બેટ્‌સમેન વિરાટ કોહલીના ચાહક ફક્ત ભારતીયો જ નહીં પરંતુ પાકિસ્તાનના ક્રિકેટર પણ છે. રવિવારે એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતના પાંચ વિકેટે વિજય બાદ વિરાટ કોહલીએ તેની હસ્તાક્ષર કરેલી જર્સી પાકિસ્તાનના બોલર હરિસ રઉફને ભેટમાં આપી હતી. ભારતીય બોર્ડે આ અંગે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં વિરાટ રઉફને પોતાની જર્સી ભેટ આપતો જાેવા મળે છે. બન્ને ખેલાડીઓએ હસ્તધૂનન કર્યું હતું અને બાદમાં વિરાટે તેની ઓટોગ્રાફ સાથેની જર્સી રઉફને આપી હતી. વિરાટ કોહલીએ ટી૨૦માં પોતાનું ફોર્મ પરત મેળવવાના સંકેત આપ્યા હતા અને પાકિસ્તાન સામે ૩૫ રન ફટકાર્યા હતા. જાે કે તે તેને મોટી ઈનિંગમાં તબદીલ કરી શક્યો નહતો અને ખરાબ શોટ રમવા જતા વિકેટ ગુમાવી હતી. ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે વિરાટ ફોર્મમાં પરત ફરે તે ભારત માટે મહત્વનું છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *