પોરબંદર
ખાનગી બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી, તે દરમિયાન મૂળ માધવુપર ગામે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં બસને જાેરદાર ટક્કર વાગી હતી. જેના પગલે બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ હાઈવે પર આવેલ એક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. બસ દુકાનમાં ઘુસી જતાં બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા થવા પામી હતી. જ્યારે અકસ્માતના કારણે બસ દુકાનમાં ઘુસી જતાં દુકાનમા પણ મોટી નુકશાની થવા પામી હતી. બસમાં સવાર ૧૧ જેટલા મુસાફરોને અકસ્માતને પગલે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના સામે આવતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં ૯ જેટલા લોકોને માધવપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૩ મુસાફરોને વધુ સારવાર જણાતાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.પોરબંદરના માધવપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મૂળ માધવપુર ગામે બનેલા અકસ્માતની ઘટનામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. ઘટનામા બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ખાનગી બસે કાબુ ગુમાવતા ખાનગી બસ દુકાનમાં ઘુસી ગઈ હતી. બનાવને પગલે બસમાં સવાર ૧૧ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.


