Delhi

સાઉથનો એક્ટર સુદીપના માતૃભાષા પરના નિવેદન પર અજય દેવગન ગુસ્સે થયો

નવીદિલ્હી
દેશમાં ભાષાને લઈને એક નવો જ વિવાદ સામે આવ્યો છે. આ વિવાદની શરૂઆત થઈ છે સાઉથ ઈન્ડસ્ટ્રીના હિટ વિલેન કિચ્ચા સુદીપના એક વીડિયો ઈન્ટરવ્યૂથી. આ વીડિયોમાં તેણે હિન્દી ભાષા માટે જણાવ્યું હતું કે તે અમારી રાષ્ટ્રીય ભાષા નથી. હવે કિચ્ચા સુદીપના આ વિવાદિત નિવેદને ઘણો વિવાદ કરી નાંખ્યો છે. અભિનેતાના જડબાતોડ જવાબ આપતા અજય દેવગને તેના પર રિએક્ટ કર્યું છે. અજય દેવગનને ટ્‌વીટ કરી લખ્યું, કિચ્ચા સુદીપ, મારા ભાઈ, તમારા મતે જાે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે પોતાની માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશાં રહેશે. જન ગણ મન. કિચ્ચા સુદીપે જણાવ્યું હતું કે, પેન ઈન્ડિયા ફિલ્મો કન્નડમાં બની રહી છે, હું તેના પર એક નાનકડું કરેક્શન કરવા માંગીશ. હિન્દી હવે નેશનલ લેગ્વેંજ રહી નથી. હવે બોલિવુડમાં પેન ઈન્ડિયા ફિલ્મો કરવામાં આવી રહી છે. હું તેલુગૂ અને તમિલ ફિલ્મોની રિમેક બનાવી રહ્યો છે, પરંતુ ત્યાર પછી પણ સ્ટ્રગલ કરી રહ્યો છું. આજે અમે તે ફિલ્મો બનાવી રહ્યા છે જે દુનિયાભરમાં સૌથી વધુ જાેવામાં આવી રહી છે. અજય દેવગનને જવાબ આપતા કિચ્ચાએ પણ ટ્‌વીટ કર્યું અને તેણે સ્પષ્ટતા કરી. કિચ્ચાએ લખ્યું, સર, જે કોન્ટેકસ્ટમાં મેં જે વાત કરી, મને લાગે છે કે મારી તે વાતને ખુબ અલગ રીતે લેવામાં આવી. કદાચ હું મારી વાતને સારી રીતે ત્યારે રાખી શકીશ, જ્યારે હું તમને મળીશ. મારી વાતને કહેવાનો એવો મતલબ નહોતો કે હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડુ, ઉત્તેજિત કરું અથવા તો ફરી કોઈ વિવાદને પ્રોત્સાહિત કરું. હું શા માટે આવું કરીશ, સાહેબ.”કિચ્ચાએ એક બીજા ટિ્‌વટમાં લખ્યું, હું આપણી દેશની દરેક ભાષાની ઈજ્જત કરું છું. હું આ ટોપિકને આગળ વધારવા માંગતો નથી. હું ઈચ્છું છું કે આ વાત અહીં જ પુરી થઈ જાય. જેમ મેં આગળ કહ્યું તેમ મારો કહેવાનો મતલબ એવો નહોતો, જે સમજવામાં આવી રહ્યો છે. તમને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ. હું તમને જલ્દી મળવાની આશા રાખું છું. સાઉથ સિનેમાની વાત કરીએ તો આજે આ ઈન્ડરસ્ટ્રીઝ ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાઉથની ફિલ્મો કમાણી મામલે અનેક રેકોર્ડ્‌સ બનાવી રહી છે. બાહુબલી, પુષ્યા, આરઆરઆર અને કેજીએફ જેવી ફિલ્મોએ કમાણીના મામલે કમાલ કરી નાંખી છે. દુનિયાભરના લોકો હવે આ પ્રકારની ફિલ્મોના દિવાના થયા છે. આરઆરઆર એ ૧૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધારેનો દુનિયાભરમાં કમાણી કરી લીધી છે, જ્યારે કેજીએફ ચેપ્ટર ૨ પણ ઝડપથી ૧૦૦૦ કરોડ તરફ આગળ વધી રહી છે.

Ajay-Devagan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *