નવીદિલ્હી
આ ફિલ્મે માત્ર આઠ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ત્યારે કેટલાક પક્ષો આ ફિલ્મને લઈને રાજકારણ કરતા જાેવા મળી રહ્યા છે, જેને લઈને અભિનેતા અનુપર ખેરે કટાક્ષ કર્યો છે. અનુપમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ ‘હવે આ ફિલ્મ નથી રહી, પણ એક ઉત્સાહ છે ! એક ભાવ એક ઈર્દ્બંર્ૈહ છે,જય શિવ શંકર.’ કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ તેનો દબદબો જાેવા મળી રહ્યો છે.આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ૧૧.૪ કરોડનું કલેક્શન કર્યું છે. શરૂઆતમાં આ ફિલ્મ ૯ દેશોમાં માત્ર ૧૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જાે કે વધતી માગને જાેતા, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૧૧૬ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સાથે જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે અનુમાન લગાવ્યું છે કે એક જ દિવસમાં ૧૯ કરોડથી વધુની કમાણી કરીને રેકોર્ડ બનાવનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ૧૫૦ કરોડથી વધુની કમાણી કરી શકે છે. તમને જણાવવુ રહ્યું કે,અત્યારે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ ડબ થઈ રહી છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને સરકારે રૂ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’મા બતાવી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર સમગ્ર દુનિયાની સામે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની હકીકીત સામે આવી છે, કે કેવી રીતે આતંકવાદીઓએ ત્યાં સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતોને બંદૂકની અણી પર રાતોરાત નિરાશ્રિત બનાવી દીધા હતા.


