ન્યુદિલ્હી
વિશ્વ સહિત દેશમાં મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ મોંઘવારીમાં શાકભાજી તેમજ કેરીના ભાવમાં આસમાને જાેવા મળી રહ્યા છે. તમામ શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે, જેને લઇને ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી રહી છે. વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે. જેને લઇને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન છે. આ ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો થયો છે. સીંગતેલમાં ૧૦ દિવસોમાં ૭૫ રૂપિયાનો વધારો થતા ડબાનો ભાવ ૨૭૩૦ રૂપિયાએ પહોંચી ગયો છે. કપાસિયાના તેલમાં ૧૦ દિવસોમાં ૫૦ રૂપિયા વધતા ડબાનો ભાવ ૨૭૨૫ રૂપિયાએ પહોંચ્યો છે. પામોલીન તેલામાં ૧૦ દિવસમાં ૫૦ રૂપિયા વધ્યા છે જેથી ડબાનો ભાવ ૨૪૭૦ રૂપિયાએ પહોંચ્યો છે.


