અંકલેશ્વર GIDCમાં આવેલા માનવ મંદિર સ્થિત સંસ્કૃતિક મિત્ર મંડળ દ્વારા આઠમ નિમિત્તે એકસાથે 1111 દીવડાની ભકતોએ માતાજીની મહાઆરતીમાં કરી હતી. આ મહાઆરતીનો આકાશી નજારો અદ્દભુત લાગી રહ્યો છે.
કોરોના કાળના બે વર્ષ બાદ સરકાર દ્વારા આપેલી છૂટના કારણે નવરાત્રીના તહેવારની જાણે રંગત જામી છે.જ્યાં જોવો ત્યાં ખેલૈયાઓથી ગરબા ગ્રાઉન્ડ ઉભરાયેલા જોવા મળી રહ્યા છે.ગરબા રસિકો નવ દિવસના અવનવા વસ્ત્રો સજીને મન મુકીને માતાજીના ગરબે ઘૂમી રહયાં છે.અંકલેશ્વરમાં શેરી ગરબા હોય કે પાર્ટી પ્લોટ ગરબા રસિક યુવક -યુવતી સહિત નાનાથી લઈને મોટા સૌ ગરબા નવા નવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા છે.ત્યારે નવરાત્રીના આઠમા દિવસે માતાના આઠમા સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિમાં આઠમના નોરતાનું અનેરું મહત્વ હોય છે. નવ દીવસ માતાજી ઘરે આવતાં હોય છે. ત્યારે આઠમની તેની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. અંકલેશ્વર શહેરમાં પણ અનેક સ્થળોએ આઠમ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના સાથે હવન યોજાયો હતો.જયારે વાત કરીએ GIDC વિસ્તારમાં આવેલા માનવ મંદિર સ્થિત સંસ્કૃતિક મિત્ર મંડળ દ્વારા એકસાથે 1111 દીવડાની ભકતોએ માતાજીની મહાઆરતીમાં કરી હતી. ત્યારે ઝગમગી ઊઠેલા એક દીવડામાંથી અનેક દીવડા પ્રગટયા હતા. આ રીતે જયોત સે જયોત જલેની ભાવના સાથે અસંખ્ય લોકોએ મહાઆરતીનો લહાવો લીધો હતો.આ દીવડા આરતીનો આકાશી નજારો અદભૂત લાગી રહ્યો છે.

