ભુજ
ભચાઉ-ગાંધીધામ છ માર્ગીય ધોરીમાર્ગ પર ચિરઈ નજીક રાત્રે પડાણા તરફ જતા બાઈક ચાલક યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. જેથી યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનામાં રાપર તાલુકાના થોરિયારી ગામના ૨૫ વર્ષીય નવઘણ ભાયા ભરવાડનું મોત થયું હતું. હતભાગી યુવકને ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલે બનાવની જાણવા જાેગ પોલીસમાં ફરીયાદ કરી લાશનું પોસ્ટમોર્ટમની વિધિ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ભચાઉના ચિરઈ ધોરીમાર્ગ પર દોડતા બેફામ વાહનોને લઈ કાયમ ચાલતા દ્વિ ચક્રી વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. હતભાગી યુવક પોતાના ગામ થોરિયારીથી પડાણા નોકરીએ જવા નીકળ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. જેથી યુવકને ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.આ અંગેની વિધિવત ફરિયાદ હવે નોંધાશે એવું ભચાઉ પોલીસે જણાવ્યું હતું.

