Gujarat

અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે ટ્રકે બાઈકચાલકને ઢસડતા મોત

અમદાવાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર હવે સવારના સમયે ભરપૂર ટ્રાફિક હોય છે, ત્યારે નરોડા દાસ્તાન સર્કલ પાસે ટ્રક ચાલકે જયદેવ ગઢવી નામના બાઈકચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરી ટ્રક ચાલકે યુવકને ૨૦ મીટર ઢસડ્યો હતો. ત્યાર બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ નારોલ સર્કલ પાસે ત્રણ પૌત્રો સાથે દાદા સાઇકલ લેવા નીકળ્યા હતા. દરમિયાનમાં એક આઇસરચાલકે દાદા અને ત્રણેય પૌત્રોને અડફેટે લીધાં હતાં. જેમાં દાદાને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત થયુ હતું. ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારે વાહનોના દિવસના સમયે શહેરમાં પ્રવેશના કારણે અકસ્માત વધી રહ્યા છે. નરોડા દાસ્તાન સર્કલ પાસે ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકચાલક યુવકનું મોત થયું હતું. બીજી તરફ નારોલ સર્કલ પાસે પણ અકસ્માત થયો હતો. જેમાં પૌત્રો સાથે સાઇકલ લેવા નીકળેલા દાદાને અડફેટે લેતા તેમનું પણ મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *