Gujarat

અમદાવાદમાં એક્ટિવા પર ૩ વ્યક્તિ રસ્તા પરના ખાડામાં પડતા હોસ્પિટલમાં દાખલ થયા

અમદાવાદ
ગુજરાતમાં રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે અને વાહનચાલકોને ઈજા થાય છે તેમ તમે સાંભળ્યું હશે ત્યારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે સાતેક ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા પર ત્રણ વ્યક્તિઓ ઉતરી જતાં ત્રણેયને ઈજા પહોંચી હતી. કોર્પોરેશન દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ના હોવાથી અને અંધારુ હોવાથી એક્ટિવા પર સવાર ત્રણેય ખાડામાં પડ્યાં હતાં. સ્થાનિક લોકોએ ત્રણેયને બહાર કાઢીને ૧૦૮ મારફતે સારવાર મારફતે શારદાબેન હોસ્પિટલ મોકલી આપ્યાં હતાં. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં એક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે તેઓ પહોંચે તે પહેલાં જ ત્રણેયને બહાર કાઢી લેવાયા હતાં. કોર્પોરેશનની બેદરકારીના કારણે ખાડામાં ત્રણેય વ્યક્તિ પડ્યાં હતાં. ફાયરબ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોર્પોરેશન દ્વારા રોડ પર ખોદવામાં આવેલા ખાડામાં એક્ટિવા પર જતાં બે સગીર સહિત ત્રણ લોકો પટકાયાં હતાં. સ્થાનિક લોકો તાત્કાલિક ભેગા થઈ ગયાં હતાં અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ ખાડામાંથી ત્રણેયને બહાર કાઢ્યાં હતાં. એક સગીરને આંખના ભાગે, બીજાને માંથાના ભાગે અને યુવકને હાથના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી આ રોડ પર કામગીરી માટે ખાડો ખોદીને મુકી દેવામાં આવ્યો છે. પરંતુ આસપાસ કોઈ યોગ્ય બેરીકેટ કરવામાં આવ્યું નથી અને ઝડપથી કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Three-people-on-their-way-to-Activa-fell-into-a-pit-dug-by-the-corporation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *