Gujarat

અમદાવાદમાં ડમ્પરે ટક્કર મારતાં માસૂમ બાળકનું મોત થયું

અમદાવાદ
દેશ સહિત ગુજરાતમાં અકસ્માતના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે દિવસેને દિવસે અકસ્માતના કેસોની સંખાય વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ વાહનો ચલાવવા કોઈ નવી વાત નથી, જેને પગલે દરરોજ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો ૧ જૂને જન્મદિવસ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *