અમદાવાદ
અમદાવાદના જાસપુર ખાતેના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક શરૂ થઈ પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાના હોદ્દેદારો ફરીવાર ભેગા થઈ મનોમંથન કરી રહ્યા છે. અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજની મહત્વ અને સંસ્થાઓના ટ્રસ્ટીઓ પ્રમુખો સહિતના હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં સમાજ તથા બિન અનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા કરવામાં આવશે. આ બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, મુખ્યત્વે આ બેઠકમાં પીએસઆઈ ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા જાેગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થયો છે, નિયમ પ્રમાણે કરવાનું હોય તે કરવું જ પડે પરંતુ તેમ નથી થયું. ઉપરાંત બિનઅનામત વર્ગના લોકો માટે રચવામાં આવેલ બોર્ડ અને નિગમની કામગીરી સામે પણ આ સંતોષ વ્યક્ત કર્યો છે. બોર્ડ અને નિગમમાં બરાબર કામગીરી નથી થઈ રહી, ચેરમેનની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહી છે. જેથી જ્યારે યુવાનો લોન માટેની કામગીરી માટે જાય છે ત્યારે તેમને નિરાશા સાંપડે છે અને કામ નથી થતુ. ઉપરાંત ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજની દિકરીઓ પણ પોતાની રીતે લગ્ન કરે છે, ત્યારે બે કોઈ પણ સાક્ષીઓની સહી કરીને લગ્ન કરાવી રહી છે, જેથી સમાજમાં રોષ છે. જેથી પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની સાક્ષી તરીકેની સહી ફરજિયાત બનાવવામાં આવે, જેથી માતા પિતા કે દીકરા દીકરીઓ પરેશાન ન થવાનો વારો આવે. જેને લઈ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનો પર થયેલ કેસ કેસ હજુ નથી લેવામાં આવ્યા તેમને પરત લેવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.અમદાવાદના જાસપુર ખાતેના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક શરૂ થઈ છે. જેમાં બિનઅનામત આયોગ અને નિગમમાં સમાજના પેન્ડિંગ રહેલા પ્રશ્નોના નિકાલ અંગે, તાજેતરમાં પીએસઆઈની ભરતીમાં બિનઅનામત વર્ગને થયેલા અન્યાય મુદ્દે, પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તથા સમાજની યુવતીઓના મરજી મુજબનાં લગ્નોમાં માતાપિતાની સંમતિ બાબતે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પાટીદારોના પ્રશ્નોનો નિકાલ નહીં આવતાં પાટીદારો નારાજ થયાં છે.
