Gujarat

અમદાવાદમાં ફસાયેલી કારને ક્રેન વડે બહાર કાઢવામાં આવી

અમદાવાદ
અમદાવાદ શહેર મેગા સિટી તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે અમદાવાદની અસલી ઓળખ સામે આવી જાય છે. શહેરમાં ઠેરઠેર કરેલા ખોદકામ અને ત્યારબાદના પુરાણની કામગીરીમાં બેદરકારીના કારણે શહેરના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ રસપાન પાર્ટીપ્લોટ રોડ પર વૈકુંઠ બંગલાની સામે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયું હતું. રોડ પર ખોદકામના કારણે ત્યાં માટી એક કાર ફસાઈ ગઈ હતી. માટીમાં ફસાયેલી આ કારને ક્રેન વડે ઉંચી કરી બહાર લાવવી પડી હતી. માટીમાં ફસાયેલી આ કારને ક્રેન વડે બહાર કાઢવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ચોમાસાની સિઝન પહેલાં રોડ ખોદાણના કામો પુરા કરી અને ત્યાં વ્યવસ્થિત રોડ બનાવવાનો હોય છે. પરંતુ બેદરકાર તંત્ર ક્યારેય સુધરશે નહિ તેમ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ હજી પણ ખોદકામના કારણે રોડની હાલત બદતર જાેવા મળી રહી છે. ખોદકામના કારણે થયેલા પોલાણથી રોડ બેસી જવાની ઘટનાઓ બનતી હોય છે. નિકોલ વિસ્તારમાં વૈકુંઠ બંગલો નજીક રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને ત્યાં જ ખોદાણ કરવામાં આવ્યું હતું જેના કારણે માટી બેસી ગઈ હતી અને તેમાં એક કાર ફસાઈ ગઈ હતી. કાર માલિક ને પોતાની કારને ચાલુ કરી અને બહાર કાઢી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ક્રેન વડે તેને બહાર કાઢવાની ફરજ પડી હતી. દોરડા વડે આખી કાર ને બાંધી અને ઉંચી કરી બહાર લાવવામાં આવી હતી.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *