Gujarat

અમદાવાદમાં હવે ટ્રાફિક નિયમભંગનો પણ મેમો ફાટશે

અમદાવાદ
અમદાવાદમાં વાહન ચાલકો શિસ્ત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં તે થાય માટે નવો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે જુના જુના સીસીટીવી કેમેરા સાથે સોફ્ટવેર લિંક કરીને નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી સિગ્નલ ભંગનો મેમો આવતો પણ હવે કોઈપણ ટ્રાફિક નિયમભંગનો મેમો આવશે. એસજી હાઈવે,પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર આ નવી સિસ્ટમનો પ્રાયોગિક અમલ શરૂ થશે. આ ઉપરાંત ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ સીસીટીવી મારફતે ઈ મેમો મોકલવામાં આવશે. પકવાન ચાર રસ્તાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર આ નવી સિસ્ટમનો પ્રાયોગિક અમલ શરૂ થશે. ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ કે હેલ્મેટ નહીં હોય, વાહનની નંબર પ્લેટ પર લખાણ હશે તો પણ ઈ મેમો મોકલવામાં આવશે.

traffic-signal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *