Gujarat

અમીરગઢમાં ૧૦૮ની ટીમે કાંગારુ મધર કેરથી બાળક અને માતાને બચાવ્યો

પાલનપુર
ઘણીવાર એવી ઘટના બને છે કે, જ્યાં સરકારી ડોકટરો જે કામ ન કરી શકે તે કમ્પાઉન્ડર કે પછી ૧૦૮ના ઈએમટી કરી બતાવે છે તેવું ઉદાહરણ પાલનપુરના અમીરગઢ તાલુકાના વિરમપુર સરકારે હોસ્પિટલમાં એક મહિલાને પ્રસુતિ વખતે બાળકનું માથું ફસાઈ ગયું હતું. જ્યાં પહોંચેલી ૧૦૮ ની ટીમે વાનમાં લઈ પાલનપુર રીફર કરતી વખતે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી કાંગારૂ મધર કેરથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી લીધો હતો.વિરમપુર ૧૦૮ની ટીમને ડિલિવરીનો કોલ મળતા તાત્કાલિક ઇ.એમ.ટી. રાહુલભાઈ અને પાયલટ ભવાનજીભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિલિવરીનો કેસ સરકારી હોસ્પિટલ માંથી રિફર કરેલો હતો.દર્દી બચુબેનને અમીરગઢ તાલુકાના જાંબુ પાણીથી વીરમપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. બાળકનું માથું ફસાઈ ગયુ હતું. ડિલિવરી કરવી મુશ્કેલ હતી. કેસ ખૂબ જ ક્રિટીકલ હતો. દર્દીની આગળની હિસ્ટ્રી લેતા દર્દીનુ એચબી ખુબજ ઓછું ૮ ટકા હતું અને બાળક તંદુરસ્ત હોવાના કારણે બાળકનું માથુ ડિલિવરીના માર્ગમાં ફસાઈ ગયું હતું. જેથી આગળ સરકતું ન હતું. ઈએમટી રાહુલભાઈએ અમદાવાદ હેડ ઓફિસની માહિતી પાઇલટ ભવાનજી મહુડિયાની મદદથી બચુબેનને વાનમાં લીધા હતા. જ્યાંથી પાલનપુર રીફર કરતી વખતે રસ્તામાં અસહ્ય પીડા થતાં સફળ ડિલિવરી કરાવી બાબાનો જન્મ કરાવ્યો હતો. અને કાંગારૂ મધર કેરથી બંનેનો જીવ બચાવ્યો હતો. કેસ ગંભીર હતો અને આવા કેસની સંખ્યા ખૂબ જ ઓછી આવતી હોય છે. દર્દીને સારવારની સાથે કેએમસી જેમાં ઇન્જેક્શન, ઓક્સિજન અને પ્રસુતિ બાદ બાળકને માતાની છાતી સરખે રાખી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તે માતા અને બાળક માટે ખુજ ફાયદાકારક હોય છ

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *