Gujarat

આજ ચૈત્ર સુદ છઠ ના રોજ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર સદગુરુ હરીચરણદાસજી મહારાજ શ્રી નો ૧૦૦ મો જન્મ દિવસ આજ પ્રતિ વર્ષ ની જેમ ગુરુદેવ ના કૃપા પાત્ર શિષ્ય ડૉ યોગેશ વસાણી,

 ગિરગઢડા તા 7
   ભરત ગંગદેવ…
આજ ચૈત્ર સુદ છઠ ના રોજ પૂજ્ય શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર સદગુરુ હરીચરણદાસજી મહારાજ શ્રી નો ૧૦૦ મો જન્મ દિવસ આજ પ્રતિ વર્ષ ની જેમ ગુરુદેવ ના કૃપા પાત્ર શિષ્ય ડૉ યોગેશ વસાણી, ધાર્મિક વસાણી નો પરિવાર દ્વારિકા જગત મંદિર પર ધ્વજાજી ચડાવી ઉજવણી કરેલ આ પરિવારે ગુરુદેવ ના જન્મ દિવસ ની આજીવન ધ્વજાજી નોંધાવેલ છે અને પ્રતિ વર્ષ ઉજવણી કરી ધ્વજાજી ચઢાવે છે, આ વર્ષે આ ધ્વજાજી નુ વીસ ફેબ્રુઆરી ના રોજ ધ્વજાજી નુ પૂજન ગોંડલ આશ્રમ મુકામે પૂજ્ય સદગુરુ હરીચરણદાસજી મહારાજ, વીરપુર ગાદીપતિ પૂજ્ય રઘુરામજી મહારાજ અને એમના પરિવાર, હાલ ના ગોંડલ આશ્રમ ના ગાદીપતિ પૂજ્ય જયરામદાસજી મહારાજ અને યજમાન જલારામ બાપા ના વેવાઈ જસુમા ના પરિવાર રમાબેન વસાણી, ડૉ યોગેશ વસાણી, તૃપ્તિબેન, કલ્પેશભાઈ, ભવિશાબેન, હરેશ્રી વસાણી અને ધાર્મિક વસાણી પરિવાર ના હસ્તે કરવા મા આવેલ અને આ શુભ પ્રસંગે અનેક ગુરુ ભાઈઓ, અકિલા પ્રતિનિધિ વિજયભાઈ વસાણી, માજી કેન્દ્રીય મંત્રી  ડૉ વી. આર. કથીરીયા સાહેબ, કિશોરભાઈ ઉનડકટ, નીતિનભાઈ રાયચુરા, મહેન્દ્રભાઈ ખીમાણી, વગેરે હાજર રહી પૂજન વિધિ મા સહભાગી થયેલ, આજ ધ્વજા આરોહણ વિધિ મા દ્વારિકા ના ડૉ મજીઠીયા પરિવાર, રાજકોટ નલીનભાઇ પાબરું, નંદનભાઈ પાબરુ પરિવાર હાજર રહેલ.

IMG-20220407-WA0730.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *