સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેર તથા તાલુકાના માલધારી સમાજના આગેવાનો તેમજ યુવા મિત્રો સાવરકુંડલા આજરોજ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરેલી જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હસુભાઈ સૂચકની ઉપસ્થિતિમાં સરકાર શ્રી ના પશુ નિયંત્રણ કાળા કાયદાનો વિરોધ કરી સાવરકુંડલા મામલતદારશ્રીને આ સંદર્ભે આ કાયદાનો વિરોધ દર્શાવી સત્વરે આ કાળો કાયદો નાબૂદ થાય તે અંગે આવેદનપત્ર આપી સાવરકુંડલા શહેર અને તાલુકાના માલધારી સમાજે સજ્જડ વિરોધ વ્યક્ત કર્યો હતો.


