ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ
ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર એ પ્રજાલક્ષી પ્રશ્નોનો હકારત્મક નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી.
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતેની બેઠકમાં ધારાસભ્ય પૂજાભાઈ વંશ દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે કલેક્ટર એ પ્રશ્નોનો સમયમર્યાદામાં અને હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારી ઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર બી.વી. લિંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે. ખાચર, વેરાવળ પ્રાંત અધિકારી શર્યુબા જસરોટીયા, ઉનાના પ્રાંત અધિકારી રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


