Gujarat

ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લાના ચેરમેન કીરીટભાઇ ઉનડકટ એ ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાંચ મેનેજીંગ કમિટીની મિટીંગ એટેન્ડ કરી સાથે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.શ્રીમતિ નિમાબેન આચાર્ય સાથે શુભેચ્છા મુલાકાત કરી સજોડે કચ્છ દર્શન નો લાવો લીધો

 ગિરગઢડા
  ભરત ગંગદેવ.
મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે એ કથનની જેમ રેડ ક્રોસ સોસાયટી દ્વારા સતત સેવા કરતો રહ્યો છુ. પણ ક્યારેક સેવા કરતાં કરતાં અને હોદાની રૂએ ફરજ બજાવતા કયારેક અન્ય લોકો તરફથી આપણને સેવાનો અનન્ય બદલો મળે છે. સામાન્ય રીતે રેડ ક્રોસ ગુજરાત મેનેજીંગ કમિટીની મિટીંગ અમદાવાદ મળતી હોય છે. પણ આ વખતે રેડ ક્રોસ ગુજરાતના ચેરમેન ડો.ભાવેશ આચાર્ય દ્વારા ગાંધીધામ ખાતે મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું અને કચ્છ દર્શનના આયોજન સાથે (સજોડે). મિટીંગ પહેલા જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.શ્રીમતિ નિમાબેન આચાર્ય સાથે મુલાકાત થઇ. તેમની જ ફાઇવ સ્ટાર હોટલ રેડીશનમા ઉતારો. ત્યારબાદ જેસલ તોરલ ખાંભી, ભુજનુ સ્વામી નારાયણ મંદિર, ભુજ રેડ ક્રોસ બ્લડ બેંકની મુલાકાત, સફેદ રણમા ફરવાનો લ્હાવો. બીજા દિવસે આશાપુરા મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, માંડવી બીચ અને નરેન્દ્ર મોદીની દિર્ઘદૃષ્ટીથી બનેલ શ્યામ કૃષ્ણ વર્મા – ક્રાંતિતિર્થ(મેમોરિયલ) જોઇને ગદગદિત થયા.
સમગ્ર ટુરમા સાથે રહીને ડો.ભાવેશ આચાર્યનુ માર્ગદર્શન અને આયોજન ખુબજ ઉત્કૃષ્ટ રહ્યુ. હોટલ રેડીશનના સંચાલક મુકેશ આચાર્યનું આથીત્ય તથા ડો.નિમાબેનની પણ અગાઉથી તમામ સ્થળોએ અપાયેલી સુચનાઓથી કચ્છ દર્શનમા ખુબજ સુગમતા રહી.*
*આભાર ડો.ભાવેશ આચાર્ય સાહેબ….*
*શ્રી કીરીટભાઈ ઉનડકટ અગત્યની મિટીંગ મા આપનિ હાજરી થી ગીર સોમનાથ જિલ્લા નિ શાખા માટે આપના પ્રયત્નો તથા માગઁદશન આવનારા સમયમાં લાભદાયક રહે તેવિ શુભકામનાઓ…*
-અનિષ રાચ્છ.

IMG-20220106-WA0693.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *