Gujarat

ઉનાના સૈયદ રાજપરા ખાણ વિસ્તારમાં ખૂંખાર દીપડો પાંજરે કેદ…

બે દિવસ પહેલા ત્રણ ઘેટા પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા…

 

ઊના – ગીર જંગલના વન્ય પ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા હોય છે. પરંતુ હવે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ શિકારની શોધમાં પહોંચી ગયેલ ઉના સૈયદ રાજપરા ગામની સીમ વિસ્તારમાં ત્રણ ઘેટાઓના મરણ કર્યા હતા. આથી રબારીએ વન વિભાગને જાણ કરતા પાંજરૂ ગોઠવી મુકતા અંતે દિપડો પાંજરામાં કેદ થઇ ગયો હતો..

 

ઉનાના સૈયદ રાજપરા ગામનો રેવન્યુ છગા (ખાણ)  વિસ્તારમાં રહેતા અરજણભાઈ જેઠાભાઈ રબારી પોતાનાં ઘર પાસે ઘેટા-બકરા રાખવાના વાડામાં રાત્રી દરમિયાન એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. અને દીપડો વાડામાં ઘુસી જતાં અંદર રહેલા ઘેટાના ઝૂંડ માંથી ત્રણેય ઘેટાઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. રાત્રીના સમયે અવાજ આવતા અરજણભાઈ જતાં દીપડો ત્યાંથી નાશી છુટ્યો હતો. અને રબારી ગભરાઈ ગયેલ હોય આ અંગેની વન વિભાગને જાણ કરી હતી. અને વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી દીપડાને પુરવા માટેનું પાંજરૂ ગોઠવી દીધું હતું. અને ગત મોડી રાત્રિના દીપડો ફરી શિકારની શોધમાં આવતા શિકારની લાલચે દીપડો પાંજરામાં કેદ થઇ ગયો હતો. આથી રબારી તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અને દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો.

સૈયદ-રાજપરા-ગામની-ખાણ-વિસ્તારમાં-ખૂંખાર-દીપડો-પાંજરે-પુરાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *