ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકાના ગરાળ ગામ તે સંતો ની ભુમી છે અને અહીં સંત શ્રી અમરગીરી બાપુ ના આશીર્વાદ અને માર્ગદર્શન ગામમાં સદાય રહ્યા છે અહીં તેમના આશ્રમે બાપુ ના આશીર્વાદ મેળવવા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા માંથી ઉના તાલુકા માં ૧૦ વિદ્યાર્થીઓ સેકન્દ્રી સ્કોલરશીપ પરીક્ષા માં ઉતિરણ થયેલ જેમાંથી ગરાળ ગામની પ્રાથમિક શાળામાં તેમાં ચાલુ વર્ષ લેવાયેલ ધોરણ ૯ ના વિદ્યાર્થીઓની સકેન્ડરી કોલરશીપ પરીક્ષા ૨૦૨૨ માં સમગ્ર જિલ્લામાં ઉના તાલુકાના ૧૦ બાળકો મેરીટ માં આવેલ છે તેમાં ઉના તાલુકાના ગરાળ ગામે પાંચ બાળકોનો સમાવેશ થયો છે તેમાં પ્રાથમિક શાળા માંથી રાઠોડ કિરણબેન રુખડભાઈ(ઉના તાલુકા માં બીજા નંબરે) પાંડવ સ્મિત રાજવેલ ભાઈ, અને શ્રી ભુતડાદાદા પ્રાથમિક શાળા માંથી ૩ બાળકો તેમાંના સોલંકી બીજલભાઇ લાખાભાઈ,મેવાડા ગંગાબેન ભાયાભાઈ,બાંભણિયા હરપાલ દીપકભાઈ તેમ ફુલ મળીને ગરાળ ગામ ની પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળા માંથી પાંચ બાળકો સમાવેશ થતા સમગ્ર ગરાલ ગામમાં અને ઉના તાલુકા માં ખુશીનો માહોલ સર્જાયો..
