Gujarat

ઊનાના કાજરડી ગામે આખલાએ વૃધ્ધ પર હુમલો કરતા ગંભીર ઇજાથી મોત નિપજ્યુ….

ઊનાના કાજરડી ગામે રહેતા વૃધ્ધ પોતાની વાડીએ જતા હતા ત્યારે અચાનક આખલાએ વૃધ્ધ પર હુમલો કરી દેતા શરીરના માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા હોસ્પીટલે સારવાર માટે તે પહેલાજ વૃધ્ધનું મોત નિપજ્યુ હતુ. આ અંગે જાણવા મળતી વિગત મુજબકાજરડી ગામે રહેતા દુદાભાઇ રાજાભાઇ ચારણીયા ઉ.વ. ૬૦ આ વૃધ્ધ પોતાના ઘરેથી ગામમાંજ આવેલ વાડીએ જતાં હતા. ત્યારે આખલાએ અચાનક દુદાભાઇ ઉપર હુમલો કરી દેતા નીચે પટકાતા લોહીલોહાણ હાલતમાં બેભાન પડી ગયેલા હતા. આ અંગેની જાણ તેમના પરીવારજનોને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલા અને સારવાર અર્થે પ્રથમ ઉના હોસ્પીટલ બાદમાં બહાર ગામ રીફર કરવામાં આવેલ હોસ્પીટલે સારવાર મળે તે પહેલાજ વૃધ્ધનું રસ્તા પરજ મોત નિપજ્યુ હતું. આ બનાવથી પરીવારજનોમાં શોકપ્રસરી ગયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *