સમૂહ લગ્ન નું આયોજન સમિતિ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
પ્રાચી તીર્થ..સમસ્ત કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ પ્રાચી આયોજિત સમૂહ લગ્ન સમિતિ ની બેઠક પ્રાચી મુકામે મળેલ હતી તેમાં આ વર્ષે ૧૩મો સમૂહ લગ્ન સમારોહ તારીખ 17/2/2022ના રોજ આયોજન કરવાનું નક્કી થયેલું હતુ પરંતું હાલ વૈશ્વિક કોરોના ની પરિસ્થિતિ અને સરકારની ગાઈડલન ને ધ્યાનમાં લેતાં એને હાલ પુરતા સમૂહ લગ્ન ઉત્સવ નુ આયોજન મોકૂફ રાખેલ છે જેની કોળી સમાજ ના સમિતિના સભ્યો આગેવાનો યુવાનો એ નોધ લેવી ને લાગતા વળગતા એ નોધ લેવા જણાવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજ પ્રાચી દ્વારા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં કોળી સમાજના આગેવાનો તેમજ યુવા કાર્યકરો ઉત્સાહથી ભાગ લેય છે તેમજ આશરે 20000 હજાર જેટલા લોકો સમૂહ ભોજનનો લાભ લેય છે તેમજ 30 થી વધુ લગ્ન નોંધણી થઈ ગયેલ હતી પરંતુ હાલમાં વૈશ્વિક કોરોના મહામારી અને ઓમીક્રોન ની મહામારી ના કારણે સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઇડ લાઇનને અનુસરીને આ સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન રદ કરવામાં આવેલ છે જેની સર્વે કોળી સમાજ લોકોએ નોંધ લેવી.
