Gujarat

ઊનાના દેલવાડામાં રૂ.૧ લાખ રૂપિયા રોકડ ભરેલ ઝબલાની ચોરી થઇ..

પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસ હાથ ધરી…

ઊનાના સૈયદ રાજપરા ગામે રહેતા યુવાન ઉના બેંક માંથી ૧ લાખ રૂપિયા ઉપાડી પરત બાઇક પર જતા હતા ત્યારે દેલવાડા ગામે હળદર લેવા બાઇક ઉભી રાખી રોકડ રકમનું ઝબલુ બાઇક પર ટીંગારી ખરીદી કરવા ગયેલ અને પરત આવતા ઝબલાની ચોરી થઇ હતી. આ અંગે યુવાને પોલીસમાં ફરીયાદ નોધાવા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જગદિશભાઇ સામતભાઇ ડાભી રહે. સૈયદ રાજપરા થી ઉના આવેલ અને એચડીએફસી બેંકમાં રૂ. ૧ લાખ રૂપિયા ઉપાડી કાળા કલરના ઝબલામાં રોકડ રકમ લઇ પરત પોતાના ઘરે સૈયદ રાજપરા જવા નિકળ્યા હતા. ત્યારે અગીયાર વાગ્યાની આસપાસ દેલવાડા ગામે પહોચેલ હોય અને એસબીઆઇ બેંક નજીક આવેલ દુકાને હળદર મરચા લેવા માટે રસ્તાની સાઇડમાં બાઇક ઉભી રાખી હતી. અને પોતાની પાસે રહેલા રૂ.૧ લાખ રોકડ ભરેલુ ઝબલુ બાઇકના હેન્ડલ ઉપર ટીંગાડી હળદર લેવા દુકાને ગયેલ હતા. અને ત્યાથી પરત બાઇક પાસે આવતા રોકડ રકમ ભરેલુ ઝબલુ જોવા ન મળતા જગદિશભાઇ આજુબાજુમાં તપાસ કરતા મળેલ નહી. આ રોકડ રૂપિયા ભરેલ ઝબલુ કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી નાશી છુટ્યો હોય જે અંગે જગદિશ ડાભીએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ચોરીનો ગુન્હો નોધી સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે શખ્સને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *