Gujarat

ઊના ગીરગઢડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ૧ થી ૩ એમ એમ નોધાયો

ઊના – રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામા; આવી છે. ત્યારે આજે વહેલી સવારથીજ ઊના ગીરગઢડા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અને બપોરના સમયે આકાશમાં ચોમાસાની ઋતુ હોય તેમ કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. અને વરસાદી છાંટા શરૂ થયેલ ત્યાર બાદ ત્રણ વાગ્યાની આસપાસ ફરી વાતાવરણમાં પલ્ટો આવતા ભારે ઠંડોગાર પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા રસ્તા પરથી પાણી ચાલતા થયા હતા. ઉનામાં ૩ એમ એમ તેમજ ગીરગઢડામાં ૧ એમ એમ નોંધાયેલ હતો. હાલ વરસાદના અમીછાંટણા વરસી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ધઉં, ચણા, ડુંગળી, મકાઇ, આંબાના પાક સહીત શાકભાજીને નુકસાન થયેલ.

-તાલુકામાં-કમોસમી-વરસાદ-વરસતા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *