Gujarat

ઉનામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું

ઊના – ગઈકાલે પંજાબમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરવા માટે ગયેલા ભારતના પનોતા પુત્ર અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સલામતીમાં રાજ્ય સરકાર દ્વારા ભયંકર બેદરકારી અને ચૂક દાખવવા બદલ સમગ્ર દેશ અને ભારતીય જનતા પાર્ટીમાં અભૂતપૂર્વ રોષની લાગણી ફેલાયેલી છે. જેના ભાગરૂપે આજે ઊના શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ ઉના શહેર ના ટાવર ચોક ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં ઊનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, નગર પાલિકાના સદસ્યો શહેર ભાજપા પ્રમુખ મિતેશભાઇ શાહ, મહામંત્રી સુનીલભાઈ મુલચંદાણી, તાલુકા ભાજપાના પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, મહામંત્રી વિજાભાઈ સોચા, શહેર યુવા ભાજપાના પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા, જિલ્લા યુવા ભાજપાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, તાલુકા યુવા ભાજપના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, મહામંત્રી કિરીટભાઇ વાજા સહીત  વિશાળ સંખ્યામાં  કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….

-ગાંધીના-પુતળાનું-દહન-કરાયું.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *