Gujarat

ઊના વરસીંગપુર ગામે વાડીના રસ્તામાં ચાલવા બાબતે શખ્સે મહીલા પર હુમલો કરી છેડતી કરી..

ઊનાના વરસીંગપુર ગામે વાડી વિસ્તારમાં રહેતી પરણીત મહીલાની દિકરીને વાડીના પાડોશી શખ્સે વાડીના રસ્તા પરથી ચાલવાની ના પાડતા આ બાબતે ઠંપકો આપવા ગયેલ મહીલા પર શખ્સે ધારીયુ ઉધુ મારી છેડતી કર્યાની ઘટના બનતા મહીલાએ પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.

ઊનાના વરસીંગપુર ગામે વાડી વિસ્તારમાં રહેતી પરણીત મહીલાની દિકરી મજુરી કામ કરી સાંજના છ વાગ્યાની આસપાસ પોતાની વાડીએ જવાના રસ્તામાં ચાલીને જતી હતી. એ વખતે પાડોશીમાં રહેતો અલ્તાફ અબુ મન્સુરી રહે.વરસીંગપુર એ યુવતીને રસ્તા પરથી ચાલવાની ના પાડતા એ બાબતે યુવતીની માતા તેમજ બહેન ત્રણેય વાડીના પાડોશી અલ્તાફને કહેલ કે તમે મારી દિકરીને રસ્તામાં ચાલવા શા માટે ના પાડો છો તેમ કહેતા અલ્તાફ ઉશ્કેરાઇ જઇ મહીલાને ભુંડી ગાળો કાઢી અહી તમારો રસ્તા નથી અહીથી તમારે ચાલવું નહીં તેમ કહી પોતાની વાડી માંથી ધારીયુ લઇ આવી મહીલાને ડાબા પગમાં સાથળમાં ઉધુ ધારીયુ મારી દીધેલ બાદમાં છાતી પર ઢીકો મારી દેતા રાડોરાડ કરતા આજુબાજુ વાડીમાંથી તાત્કાલીક લોકો આવી જતાં વધુ મારથી છોડાવેલ હતા. અને આ શખ્સે આજે તો બચી ગઇ બીજીવાર મળીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ત્યાથી નાશી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત મહીલાને ઇમરજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ ત્યાથી વધુ ખાનગી હોસ્પીટલે રીફર કરેલ છે. આ અંગેની મહીલાએ ઉના પોલીસમાં શખ્સ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *