Gujarat

એક નાની એવી વાદળી પણ સૂર્યને થોડા સમયસુધી તો અવશ્ય ઢાંકી દે છે. બપોરના ચાર વાગ્યાના આસપાસના સાવરકુંડલા શહેરમાં બદલતું વાદળિયું વાતાવરણ.. પર્યાવરણીય ફેરફાર અંગે હવે સમય છે ગંભીરતાથી વિચારવાનો.. જાને કહાઁસે ઘીર આયે બદરા.!!! 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા આજે બપોર પછી ચારના આળેગાળે વાતાવરણ આવેલો બદલાવ.. જાને કહાઁસે ઘીર આયે બદરા.!! કોઈ એકલદોકલ વાદળી પણ સૂરજને ઢાંકી દે છે ખરી..!! કભી ધૂપ કભી છાઁવ..હા,થોડા સમય માટે પણ વાદળીએ ઢાંકેલ સૂરજથી લોકો આ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવે છે. આમ પણ આ વર્ષે  અચાનક બદલતાં વાતાવરણ વચ્ચે સૂર્યની આ ગરમીથી રાહત મળે એ પણ લોકો માટે તો રાહત રૂપ કહેવાય.. પરંતુ બદલતાં આ કુદરતી પરિવર્તન હવે એ તો સ્પષ્ટ કહી જાય છે કે દુષિત થતાં આ પર્યાવરણની તમે કોઈ સંભાળ લો.. પર્યાવરણની જાળવણી માટે હવે લોકજાગૃતિ એ જ વિકલ્પ છે. રેલીઓ, મેળાવડા, પેટ્રોલ અને ડીઝલનો અમર્યાદિત ઉપયોગ, અને જંગી માનવભીડ ટાળવા માટે કોઈ આચારસંહિતા પણ હવે જરૂરી હોય તેવું નથી લાગતું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *