રીપોર્ટર.મકસુદ કારીગર
હનુમાન જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રીતે કરવામાં આવી રહી છે.કઠલાલ પંથકમાં પણ હનુમાનજી મંદિરો ખાતે હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમ પૂર્વક રીતે કરવામા આવી હતી.કઠલાલ તાલુકાના ખલાલ પાસે આવેલ વીરભદ્ર હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામા આવી.આ પ્રસંગે હવન,પૂજા-અર્ચના તેમજ આરતી જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા.તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત કેવલાનંદજી તેમજ મહંત યોગેશદાસજી,મહંત વિષ્ણુદાસજી ઉપસ્થિત રહ્યા હતા.હનુમાન જયંતિ ના પાવન પ્રસંગે કઠલાલ પંથકના ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી તેમજ અગ્રણીઓ અને હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ખલાલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાન જયંતિ નિમિત્તે સૌએ હનુમાનજીના દર્શન કરી ધામધૂમ પૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.


