Gujarat

કપડવંજના ભલાકૂઈમાં મજાક કરતા મારામારી થઈ અને વાત પોલીસ સ્ટેશન પહોંચી

નડિયાદ
કપડવંજના ભલાકૂઇ વિસ્તારમાં રહેતા સંજયભાઇ પરમારના ભાઈ જીગર ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે ગયો હતો. તે સમયે ગામના યોગેશભાઈએ બધાની વચ્ચે મજાક મસ્તીમાં પેન્ટ ઉતારી નાખ્યુ હતુ. જેથી જીગર રડતો રડતો ઘરે આવ્યો હતો. જે અંગે સંજયભાઇ ઠપકો આપવા જતા અમરસિંહને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. વળી પરેશભાઇએ ઇટનો ટુકડો માથામાં મારી ઇજા પહોંચાડી હતી. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સંજયભાઇ ધનજીભાઇ પરમારે આંતરસુબા પોલીસ મથકે યોગેશભાઇ રમેશભાઈ પટેલ, રમેશભાઈ ધુળાભાઈ પટેલ, પરેશભાઈ રમેશભાઈ પટેલ, મેહુલભાઇ શંકરભાઇ પટેલ અને ઇલાબેન રમેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે આંતરસુબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કપડવંજના ભલાકૂઇ વિસ્તારમાં નજીવી બાબતે ઠપકો આપતા વાત વણસતાં ઝપાઝપી થઈ હતી. જે અંગે તેમણે આંતરસુબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

The-matter-escalated-into-a-scuffle.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *