સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૫/૮/૨૨ના રોજ કન્યાશાળા, સાવરકુંડલા ખાતે સી.આર.સી.કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહોત્સવમાં બાલ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં કલસ્ટરની શાળાઓના ધો.૬ થી ૮ના પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી.જેમાં બધા વિદ્યાર્થીઓ એ ખુબજ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું.આ સ્પર્ધામાં બાલ કવિ વિભાગમાં પે સેન્ટર શાળા નં ૧ નો ધોરણ ૮ નો વિદ્યાર્થી સુહાગિયા દીપ અશિષભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ.આ ઉપરાંત ધોરણ ૮નો વિદ્યાર્થી ખીમાણીયા રુતિક રણછોડભાઈએ સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. સાથે સાથે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાટી વીરસિંગ ભીમાજીભાઈએ સી.આર.સી.કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ, તેમજ શાળાનું ગૌરવ વધારેલ.આ ત્રણેય બાળકો તાલુકા કક્ષાએ ભાગ લેશે.અત્રે ઉલ્લેખનીય છેકે આ બધા બાળકોને દેસાઈ શિલ્પાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ત્રણેય બાળકોને શાળા પરિવાર તથા આચાર્યશ્રી મહેશભાઈ જાદવ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે,તેમજ તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.


