કોટડાસાંગાણી તાલુકા ના સરપંચો કોટડાસાંગાણી ખાતે એકઠા થઈ આજરોજ તિરંગો ફરકાવી ગ્રામ્ય વિસ્તાર માટે વહીવટી વ્યવસ્થા કઠળતા કામગીરી ખોરંભાય ગય છે. તલાટી મંત્રી છે. જે ગામના વિકાસ લક્ષી કામોમાં ઘણું યોગદાન હોય છે. ત્યારે તાલુકા ની 42 એ 42 ગ્રામ પંચાયત નો વ્યવહાર થપ્પ થઈ જતા લોકો ને પણ હાલાકી નો સામનો કરવો પડે છે. જેમાં ગામ માટે ત્રીસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા દ્વારા સત્તાનું વિકેંદ્રીકરણ કરતા પાયાના એકમ તરીકે ગ્રામ પંચાયત સંસ્થા ખુબ જ મર્યાદિત ઉપલબ્ધીઓ હોવા છતાં, સીધા જે જાહેર જનતાને સ્પર્શતી પાયાની માળખગત સુવિધા પુરી પાડે છે. નાગરિકો ને તેમના અધિકારો મળે તે માટે ગ્રામ પંચાયતની ચાવી રૂપ ભૂમિકા છે. ગ્રામ પંચાયતનો આધાર સ્તંભ સમાન એકમાત્ર કર્મચારી એવો તલાટી કમ મંત્રી ગત તારીખ ૨/૮/૨૨થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. આજરોજ આઠ દિવસ જેટલો સમય થવા છતાં હડતાલનો યોગ્ય નિરાકરણ આવેલ નથી. ગ્રામ પંચાયતના રોજિંદા વ્યવહારો અને વિકાસકામો અટકેલા પડેલ છે.ગત માસના નાણાકીય બિલો ચુકવાયેલ નથી ત્યા પાણીવાળા, પટાવાળા, સ્ટ્રીટ લાઇટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે. નાણાકીય વસુલાતો નહીં થતાં પંચાયતોના સ્વભંડોળ પર વિશ્વમ અસર ઊભી થયેલ છે. જે નાણાકીય ખાધ આગામી માસમાં ગંભીર અસર કરશે તેવી ધારણા છે. આમ જાહેર જનતાની સેવામાં ગ્રામ પંચાયતો દ્વારા આપવાની સવલતો અટકી પડવાની બંધ થવાની ‘ વિક્ષેપ થવાની છેવટની પરિસ્થિતિ છે. આગામી સમયમાં હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસના મોટા તહેવારો આવી રહ્યા છે. વિકાસના કામો સહિતના તમામ બિલોના ચૂકવવાના અટકતા અમો સરપંચશ્રીઓ કફોડી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.
ગ્રામ્ય વહીવટીતંત્ર એ તલાટી કમ મંત્રી, “વન મેન આર્મી , જેનો ગામે કોઇ વિકલ્પ નથી. ઉપલી કચેરી કે મોટા અધિકારીનુ કામ બે- પાંચ મહિને એકાદ વખત હોય છે. ગ્રામ્ય લેવલથી તલાટી ક્રમ મંત્રીની રોજ બરોજના કામો માટે ખુબ જ જરૂરીયાત હોય છે. છેલ્લા આઠ દિવસથી ગામે તલાટી નથી.જેથી ગ્રામ પંચાયતના વહીવટ ખોરવાયેલ છે. તો તાત્કાલીક હડતાલનું નિરાકરણ કરવું જોયે.
જેમાં
તલાટી મંત્રીઓ દ્વારા તેમના સ્વર્ગ ના વ્યાજબી પ્રશ્ન નું નિરાકરણ માટે છેલ્લા 4 વર્ષ માં
વર્ષમાં ત્રણ જેટલી હડતાલ કરવામાં આવેલ છે. તેમોનું કામનું ભારણઅને જવાબદારી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીઓ વચ્ચે પોતાનાં સંવર્ગમાં વ્યાજી પ્રશ્નોના નિશાણ માટે છેલ્લા પાર લેવલથી ખૂબ વધું છે, તે અનુલક્ષીને તેઓના વ્યાજબી પ્રશ્નો નિરાકરણ કરવામાં ચાર પાંચ વર્ષની સમય ગાળો થયેલ છે.જેમાં આ તકે ગ્રામ્ય પંથક ના તલાટીઓ તેમજ શાપર ગામના સરપંચ જયેશભાઇ કાકડિયા અને વેરાવળ ગ્રામ પંચાયત ના સદસ્યો પ્રવીણ ભાઈ સોયા. ગોવિંદભાઇ મકવાણા, તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


