Gujarat

કારકિર્દી શરૂ કરી રહેલા યુવાનોને સફળતાના નવા આયામો સર કરવા માટે કરાયા પ્રેરિત  

જૂનાગઢમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરાર પત્રોનું પ્રતિકાત્મક રીતે યુવાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કારકિર્દી શરૂ કરી રહેલા યુવાનોને સફળતાના નવા આયામો સર કરવા માટે પ્રેરિત કરાયા હતા.

    આ પ્રસંગે અમદાવાદ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  સંબોધિત કરતા યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે આયોજિત જિલ્લાકક્ષાના આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યુવાઓને રોજગાર અર્પણ કરતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે APMC-જૂનાગઢના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, આજના યુગમાં અભ્યાસ-શિક્ષણની અનિવાર્યતાથી સૌ વાકેફ છે ત્યારે જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના અને દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવનાર સફળતાના નવા શિખરો સર કરે છે. સામાન્ય મધ્યમ વર્ગમાંથી આવતા અનેક પરિવારના દીકરા-દીકરીઓ સરકારી સેવામાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે. તેમ જણાવતા તેમણે કહ્યું કે, ક્વોન્ટીટી નહીં પણ  ક્વોલિટીની આવશ્યકતા છે.

    આઝાદ હિન્દ પછી દેશના ઇતિહાસમાં પ્રથમવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગ્નિવીર યોજના અમલમાં મૂકી દેશના યુવાનોને રોજગારીની સાથે દેશ સેવાની તક ઉપલબ્ધ કરાવી છે.

    શ્રી પટેલે સમયની સાથે કદમતાલ મિલાવવા ઉપર ભાર મુકતા જણાવ્યું કે, આ સ્પર્ધાત્મક યુગમાં નિશ્ચિત લક્ષ્ય અને વિઝન સાથે આગળ વધવું જોઈએ તેમજ  નોકરી-વ્યવસાય સંલગ્ન અન્ય કૌશલ્યો શીખવા જોઈએ. તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા પ્રકલ્પોથી દેશની પ્રગતિ અને રોજગારીને નવો વેગ મળ્યો છે.

   રાજ્ય સરકારે પારદર્શકતા સાથે વિવિધ સંવર્ગની ભરતીઓ કરી સુશાસનની પરિકલ્પના ચરિતાર્થ કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં ગરીબી ઉન્મૂલન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી ગરીબી નાબૂદીનું સાચા અર્થમાં કામ થઈ રહ્યું છે. અંતમાં તેમણે કહ્યું કે, ગુજરાત ૩૬મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ત્યારે રાજ્યના યુવાનો પણ ખેલ ખેલકૂદ ક્ષેત્રે આગળ વધી નવા આયામો પ્રસ્થાપિત કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

    આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી પી.કે. ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત અને સરકારી શ્રમ અધિકારી શ્રી મહાવીરસિંહ પરમારે આભાર વિધિ કરી હતી.

     જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણી, કારોબારીના ચેરપર્સન શ્રીમતિ કંચનબેન ડઢાણીયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખનિવાસી, અધિક કલેકટર શ્રી એલ.બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. જી. પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

shamldas-town-hall-8.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *