Gujarat

કાલાવડ તાલુકાના આણંદપર ગામે ‘નશામુક્ત ભારત અભિયાન’

અંતર્ગત કાર્યક્રમ યોજાયો

 

જામનગર તા.૨૨ એપ્રિલ,જિલ્લા સમાજ સુરક્ષા કચેરી-જામનગર દ્રારા કાલાવડ તાલુકાના આણંદપર ગામે કુમાર શાળામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક દિવસીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 

આ કાર્યક્રમમાં નશામુક્ત ભારત અભિયાન અંગેના વીડીયો, ટુંકી ફિલ્મ દ્વારા વ્યસનથી થતા નુકશાન વિશે ઉપસ્થિત સૌ કોઈને સમજ આપવામાં આવેલ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો.પ્રાર્થના શેરશીયા દ્રારા નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત તથા તેના મહત્વ વિશે જાણકારી આપવામા આવી હતી. શ્રી હરેશભાઇ ખીમસુરીયા દ્રારા નશાથી થતા નુકશાન-વ્યસન મુક્ત થવાના ઉપાય અને સંસ્થાઓની માહિતી વિશે સમજાવેલ હતા. આ સમયે IEC મટીરીયલનુ વિતરણ કરવામા આવેલ તેમજ વ્યસનથી દુર રહેવાની પ્રતિજ્ઞા લઈ સૌ કટીબદ્ધ થયા હતા.

 

આ કાર્યક્રમમાં સરપંચશ્રી મનસુખભાઈ, પંચાયત તલાટી સરવૈયાભાઈ, તલાટીશ્રી નરેન્દ્રસિંહ ચાવડા, હરેશભાઈ ગામના સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, મહિલાઓ તથા બાળકોએ આ કાર્યક્રમમા ભાગ લિધેલ હતો.આ કાર્યક્રમનુ સંચાલન શ્રી મનોજ વ્યાસ તથા પરેશભાઈ કોટા દ્વારા કરવામા આવેલ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ સુરક્ષા કચેરીના તમામ સ્ટાફે ભારી જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *