Gujarat

કિશાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કૃષિ મેળો યોજાયો

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૫૮ ખેડૂતોએ કૃષિમેળામાં ભાગ લીધો

 

કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો

 

જામનગર તા.૨૭ એપ્રિલ, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારત સરકાર દ્વારા કિશાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે કૃષિ મેળાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૫૮ જેટલા ખેડૂતો અને ૩૫ જેટલા અધિકારીશ્રીઓ મળીને કુલ ૩૯૩ લોકોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં જુદાજુદા કૃષિ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યાં હતા.ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તમામ ખાતાના વડાઓ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ ને સફળ બનાવવા માટેના પ્રત્યક્ષ નિદર્શનો ગોઠવીને ઈનપુટ ઉત્પાદન, સફળ ખેતીના પગલા, મૂલ્ય વર્ધન અને માર્કેટીંગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નવી દિલ્હીથી કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોજના, વિકાસ અને વિસ્તરણ કરવા અંગે આહવાન કરવામાં આવેલ.

 

આ કાર્યક્રમમાં શ્રી આર. એસ. ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગર, ડો. કે.ડી.મુંગરા, સંશોધન વૈજ્ઞાનિક (બાજરા), બા.સં.કે., જુકૃયું, જામનગર, ડો.કે.પી.બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કે.વી.કે., જુકૃયું, જામનગર; શ્રી બી.એમ.આગઠ, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), શ્રી એચ.બી.પટેલ, નાયબ બાગાયત નિયામક, જામનગર, શ્રી સી.ઓ.લશ્કરી, નાયબ બાગાયત નિયામક, દેવભૂમિ દ્વારકા, ડો.રાણીપા નાયબ પશુપાલન નિયામકશ્રી, જામનગર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *