Gujarat

કેન્દ્ર સરકાર સુધી બિસ્માર હાઇવેની ફરિયાદ પહોંચતાં NHAI દોડતી થઇ

ભરૂચથી મુંબઇ વચ્ચેનો નેશનલ હાઇવે બિસ્માર હોવાથી અકસ્માતના વધી રહેલાં બનાવો અને વાહનચાલકોને પડતી હાલાકીના સંદર્ભમાં જાહેર હિત માટેની અરજી તેમજ ઉચ્ચકક્ષાએ ફરિયાદ થતાં નેશનલ હાઇવે ઓથોરીટીના અધ્યક્ષા અલ્કા ઉપાધ્યાયે વરસોવા બ્રિજથી ભરૂચ સુધીના નેશનલ હાઇવેનું નિરિક્ષણ કરી સાત દિવસમાં ખાડાઓ પુરી દેવા માટે આદેશ કર્યો છે.
ચોમાસાના પ્રારંભે ભરૂચથી મુંબઇ સુધીના નેશનલ હાઇવે પર મસમોટા ખાડાઓ પડી ગયાં છે. ખાડાઓના કારણે અકસ્માત તથા ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની હતી. આ ઉપરાંત નેશનલ હાઇવે પર બનાવેલાં સર્વિસ રોડ પણ ધોવાઇ જતાં રોજના હજારો વાહનચાલકો હાલાકી વેઠી રહયાં હતાં. નેશનલ હાઇવેના ખસ્તાહાલ બાબતે કોર્ટમાં પીઆઇએલ તથા ઉચ્ચકક્ષાએ ફરિયાદ થતાં નેશનલ હાઇવે ઓથોરીટીના અધ્યક્ષા અલ્કા ઉપાધ્યાયે મુંબઇના વરસોવાથી ભરૂચ સુધીના હાઇવેનું જાત નિરિક્ષણ કરી એક સપ્તાહમાં હાઇવે પરના તમામ ખાડાઓ પુરવા માટે આદેશ કર્યો છે.

IMG-20220926-WA0183.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *