આપણાં ભારત દેશના ૭૫ માં સ્વતંત્ર પર્વ – અમૃત મહોત્સવ નિમિત્તે વેરાવળ – શાપરની શ્રી રામદૂત સ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્કૂલનાં આચાર્ય શ્રી વી. એ. અગ્રાવત સાહેબ તથા શ્રી રામદૂત સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ગોપાલભાઈ પઢીયાર – MBBS દ્વારા ઘ્વજવંદન કાર્યક્રમ કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ રાષ્ટ્ર ગાન, ઝંડા ગાન, પ્રાસંગિક ઉદબોધન, પ્રભાતફેરી, વિદ્યાર્થીઓના દેશવિરો પરના વિવિધ વક્તવ્ય, તેમજ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના રંગે સૌ-કોઈ રંગાયુ હતું. સ્કૂલ દ્વારા વહેલી સવારે તિરંગા યાત્રા પણ યોજાઈ હતી.શ્રી રામદૂત સ્કૂલ પરિવાર – સ્ટાફગણ દ્વારા આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવવામાં આવેલ છે. આમ, શ્રી રામદૂત સ્કૂલમાં દરવર્ષ ની જેમ જ ખુબજ હર્ષોલ્લાસ સાથે આપણા ભારતદેશનાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


