Gujarat

ખંભાતમાં કોમી અથડામણમાં સંડોવાયેલ ૨ આરોપીને પીસીબીએ વડોદરાથી ઝડપી પાડ્યા

વડોદરા
ખંભાતના શક્કરપુરામાં આવેલા રામજી મંદિરે ગત ૧૦ એપ્રિલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અચાનક જ ટોળા દ્વારા તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કોમી અથડાણ સર્જાઇ હતી. આ બનાવમાં સંડોવાયેલ આરોપી જાવેદ હુસેન અનવર હુસેન મલેક (રહે. શક્કરપુરા બડી ફળી, ખંભાત) ભાગીને વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવી છુપાયો હતો. તેમજ આ મામલે સંડોવાયેલ એક સગીર પણ યાકુતપુરામાં છુપાયો હતો. જેમને વડોદરના પીસીબી દ્વારા ઝડપી લઇ આણંદ પોલીસને સોંપવામાં આવ્યા છે. ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે ગત ૧૦ એપ્રિલને રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જાેકે આ શોભાયાત્રા હજુ ૫૦૦ મીટર દૂર પણ પહોંચી નહોતી એ દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતાં પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. એને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક ઘાયલનું મોત પણ થયું હતું. આ સમયે હાજર પોલીસ ટીમે પરિસ્થિતિને કાબૂમાં લેવા કોશિશ કરી હતી, પરંતુ એ પહેલાં બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, આથી તરત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસનાં પોલીસ સ્ટેશનમાંથી તરત કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ખંભાતના મુખ્ય બજારમાં પથ્થરમારાની સાથે સાથે દુકાનોમાં આગ ચાંપવાના બનાવોએ પણ પોલીસને દોડતી કરી હતી. ખંભાતમાં ટાવર બજાર ખાતે ૭થી ૮ દુકાનમાં આગ લગાવવામાં આવી હતી, જ્યાં પરિસ્થિતિને કાબૂમાં લેવા એસપી, એએસપી જિલ્લા એલસીબી, એસઓજીની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી.ખંભાતમાં તાજેતરમાં રામનવમીના દિવસે થયેલા કોમી અથડામણમાં સંડોવાયેલ એક સગીર સહિત બે શખ્સો વડોદરાના યાકુતપુરા વિસ્તારમાંથી પીસીબી દ્રારા ઝડપી લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *