ખેરાલુ
ખેરાલુની સિદ્ધપુર ચોકડી નજીક આવેલી બાલાજી સોસાયટી અને મુખ્ય અંબાજીના માર્ગની વચ્ચે ખેતરમાં રહેતા કિરણભાઇ પથુભાઇ ચૌધરી (૫૪) શનિવારે વહેલી સવારથી ઘરમાં ક્યાંય જાેવા નહીં મળતાં તેમનાં પત્નીએ કિરણભાઇના મોટાભાઇ જશુભાઇને ફોન કર્યો હતો. જશુભાઇએ ખેતરમાં આવી તપાસ કરતાં મકાનની પાછળ પતરાંવાળી ઓરડીમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં કિરણભાઇની લાશ મળી આવી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે લાશનું પંચનામું કરી પીએમ અર્થે ખેરાલુ સિવિલમાં મોકલી આપી હતી. જ્યારે જશુભાઇએ મૃતક કિરણભાઇએ લખેલી સ્યુસાઇડ નોટના આધારે તેમના મૃત્યુ માટે ખેરાલુના બિલ્ડર દલજીભાઇ મોતીભાઇ સહિત તેમના પરિવારના ૫ શખ્સો જવાબદાર હોવાની ફરિયાદ આપી છે. ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, મૃતકના ખેતરને અડીને આવેલી રોડ સાઇડની જમીન ઉપર ખેરાલુના બિલ્ડર વિનુભાઇ મોતીભાઇ ચૌધરી કોમર્શિયલ કોમ્પલેક્ષ? બનાવી રહ્યા હોઇ કિરણભાઇનો?આવવા જવાનો રસ્તો બંધ થઇ? જતો હોવાથી તેમણે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં બિલ્ડર વિનુભાઇએ? છેલ્લી એક દુકાન ખરીદો તો રસ્તો? આપું તેવી શરત મૂકતાં? કિરણભાઇએ પોતાનો રસ્તો? બચાવવા રૂ. ૫ લાખ બાનુ આપી? રૂ.૧૦ લાખમાં દુકાન રાખી હતી.? પરંતુ બિલ્ડર એનએમાં પાર્કિંગ? માટે દર્શાવેલી જગ્યા રસ્તા માટે? આપવાની વાત કરી રહ્યા હોવાનું? ધ્યાનમાં આવતાં રૂ.૫ લાખ પરત? માંગતાં બિલ્ડરે હાથ ખંખેરી લીધા? હતા. આખરે કિરણભાઇએ? બિલ્ડરના એનએ સામે પ્રાંત? અધિકારીની કચેરીમાં વાંધા અરજી રજૂ કરતાં બિલ્ડરે અરજી પાછી? ખેંચી લેવા ખેડૂતને ત્રાસ આપવાનું? શરૂ કર્યું હતું. અવાર નવાર બિલ્ડર? અને તેમના પરિવારના લોકો? પરેશાન કરતા હોઇ તેમના? ત્રાસથી કંટાળી કિરણભાઇએ? મોતને વ્હાલું કર્યું હોવાનું જણાવ્યું? છે.?ખેરાલુમાં ખેતરમાં રહેતા ખેડૂતના રસ્તા આડે કોમ્પલક્ષ બનાવી રહેલા એક બિલ્ડરે માનસિક ત્રાસ આપી ખેડૂતનો રસ્તો છીનવી લેતાં ખેડૂતે કોમ્પલેક્ષના એનએ સામે ફરિયાદ કરી હતી. જેમાં બિલ્ડરે ફરિયાદ પાછી ખેંચી લેવા ત્રાસ આપતાં ખેડૂતે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતાં પોલીસે ખેડૂતે લખેલી સ્યુસાઇડ નોટના આધારે બિલ્ડર સહિત ૫ શખ્સો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


