Gujarat

ખેલ મહાકુંભની સ્પર્ધામાં સાવરકુંડલા સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલાનો દબદબો

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલાની પે.સેન્ટર શાળા નંબર એક (તાલુકા શાળા)ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં સુંદર દેખાવ યથાવત રાખ્યો હતો. તારીખ ૨૩/૩ /૨૦૨૨ ના રોજ  તાલુકા કક્ષાની ખો ખો સ્પર્ધા કે.કે. હાઇસ્કુલ માં યોજાઇ હતી જેમાં અંડર ૧૪   ખો ખો  ની સ્પર્ધા માં ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પે.સેન્ટર શાળા નંબર ૧ ના વિદ્યાર્થીઓએ ૨ મેચ જીતી હતી અને ફાઈનલમાં અંતિમ મેચ કૃષણગઢ સામે હતી .જેમાં પે સેન્ટર શાળા નંબર ૧ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને વિજય પ્રાપ્ત કર્યો હતો. આગામી સમયમાં  જિલ્લા કક્ષાએ ખો ખો ની  સ્પર્ધામાં ભાગ લેશે આ સ્પર્ધામાં પે.સેન્ટર શાળા નંબર ૧ના વિદ્યાર્થીઓ  ભાટી વીરસિંહ( કેપ્ટન), જંજવાડીયા આદિત્ય (વાઇસ કેપ્ટન),ગોયલ જનક, વિશાલ દુદકિયા,અવધ સોલંકી,અશ્વિન ટોળીયા ,નિલેશ ટોળીયા, કયુમ મોગલ,જયદીપ પરમાર,ધાર્મિક શિયાળ,હિરેન ડાભી,ધાર્મિક ગુજરવાડિયા એ ભાગ લીધો હતો. આ તકે ખો ખો કોચ અલ્પેશભાઈ સિતાપરા ,ટીમ મેનેજર  અને કોચ હિતેશ ભાઈ જોષી ,શાળાના આચાર્ય  મહેશભાઈ જાદવ ,તાલુકા પ્રાથમિક  શિક્ષણાધિકારી શ્રી વાઢેર
સાહેબ,બી.આર. સી.શ્રી નરેન્દ્રભાઈ સાહેબ,સી.આર.સી. કૃતિકાબેન ,તેમજ પે.સેન્ટર શાળા નંબર એક ના તમામ શિક્ષકોએ ખો ખો ના તમામ ખેલાડીઓને જિલ્લા કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી

IMG-20220324-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *