Gujarat

ગામમાં નવી પોસ્ટઓફિસ ખુલતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ

નડિયાદ
ખેડા જિલ્લાના વસો તાલુકાના દેવાવાંટા ગામના લોકોની પ્રબળ માંગણી સંતોષાઈ છે. અહીયા ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી બ્રાંચ પોસ્ટ ઓફીસ શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. વિવિધ સેવાઓ ઘર આંગણે ઉપલ્બધ થતાં ગ્રામજનોમા ખુશી જાેવા મળી હતી. દેવાવાંટા બ્રાંચ પોસ્ટ ઓફીસ ખુલવાથી દેવા વાંટા ગામના રહીશોને બેંકિંગ ટપાલ તેમજ વીમા અંગેની વિવિધ સેવાઓ જેવી કે, સેવિંગ બેંક, રીકરીંગ ડીપોઝીટ, ટાઇમ ડીપોઝીટ ખાતાઓ ખોલવાની, ગ્રામીણ વીમાની સેવાઓ, વિધવા સહાય યોજનાના નાણા પણ ગામની વિધવાને ધર આંગણે મળી શકશે. આ ઉપરાંત આઈ.પી.પી.બી.ના ખાતા દ્વારા તેઓ ઓનલાઈન વ્યવહાર દ્વારા વિવિધ બીલ પેમેન્ટ, પ્રીમિયમની ચુકવણી પણ ઘરે બેઠા કરી શકશે. વસો તાલુકાના દેવાવાંટા ગામ ખાતે બ્રાંચ પોસ્ટ ઓફીસ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે એચ.સી.પરમાર ખેડા જિલ્લાના અધિક્ષક ડાકઘર, વિક્રમસિંહ એમ. મહીડા સરપંચ દેવાવાંટા ગ્રામ પંચાયત, હેમલબેન રાજેન્દ્ર પટેલ પ્રમુખ, તાલુકા પંચાયત વસો તેમજ દૂધ સહકારી મંડળી દેવાના ચેરમેન દીલીપસિંહ બકુભાઇ મહીડા અને તાલુકા પંચાયત વસોના સભ્યો તેમજ પોસ્ટ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happiness-among-the-villagers-as-new-post-office-opens.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *