ઊના – ગીરગઢડાના જરગલી ગામમાં વન્યપ્રાણી અવાર નવાર આવી ચડતા હોવાના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ એક માસમાં છ સાત વખત સિંહ પરીવાર ગામના પાદર સુધી પહોચી જઇ રેઢીયાળ પશુઓ પર હુમલો કરી મારણની મિજબાની માણતા હોવાના બનાવથી ગામ લોકોમાં ભારે ભયનું વાતાવરણ ફેલાયેલ છે. થોડા દિવસ પહેલા સિંહે વાછરડાનું મારણ કર્યુ હતું ત્યા ગત રાત્રી ફરી સિંહણ ગામના બસસ્ટેશન પાસે આવી જઇ વાછરડા પર હુમલો કરી દીધેલ અને મારણની મિજબાની માણી વહેલી સવારે વાડી વિસ્તાર જંગલ તરફ રવાના થઇ ગયેલ હોય વહેલી સવારે વાછરડાનું મારણ જોતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળેલ હતો.આમ અવાર નવાર વન્યપ્રાણી ગામમાં ઘુસી જતાં હોવાથી વનવિભાગ દ્રારા દૂર ખસેડવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
