વિઠલપુર ગામના નિર્દોષ વ્યક્તિને ઢોરમાર મારી ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી.
સોનપરા ગામે બુટલેગરે યુવાન પાસે દારૂની બુગીયા ફેકી ચાલ્યો જતાં પોલીસે યુવાનને ઢોરમાર મારેલ.
ઊના – ગીરગઢડા પોલીસે યુવાનને ખોટી રીતે દારૂના ગુનામાં ફસાવી ઢોર મારમારેલ હોય આ અંગે બે પોલીસ કર્મી સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ગીરગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજના યુવાનો આગેવાનો પરેશભાઇ બાંભણીયા, સામતભાઇ મોરાસીયા, જાદવ ખસીયા, મોડાસીયા, જશુભાઇ ભેડા, ધીરૂભાઇ, માનસીંગભાઇ કામળીયા, હમીરભાઇ મકવાણા, બાલુભાઇ કામળીયા, સહીતએ ગૃહમંત્રીને સંબોધી ઉના ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવેલ હતું. અને ૭ દિવસમાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હતી.
ગત તા. ૨૨ ફેબ્રુ.૨૦૨૨ ના કોડીનારના વિઠલપુર ગામે રહેતો ભાવસિંહ વસરામભાઇ વાઢેર પોતાના ગામે જતો હોય ત્યારે ગીરગઢડાના સોનપરા ગામે બુટલેગર પ્રતાપ દેવશી ખસીયાએ દેશી દારૂની બુગીયા ભાવસિંહભાઇ પાસે ફેકી ચાલ્યો ગયેલ એ વખતે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા હિતેષ નોંધણભાઇ બારડ તેમજ વિક્રમ હમીરભાઇ ઓડેદરા આવી ગયેલ અને યુવાનને લાકડી તેમજ ઢીકા પાટુથી ઢોર મારમારી શરીરના પાછળના ભાગે કાળા ધાબા પાડી દિધેલ. અને ૪૮ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખેલ અને તારે છુટવુ હોય તો રૂ.૫૦ હજાર આપવા પડશે. ત્યારે ખીસામાં રહેલા રોકડ રૂ.૮૫૦૦ તેમજ મોબાઇલ જુટલી લીધેલ. આ બાબતે કોઇને ફરીયાદ કરીશ તો તને અને તારા માસાને અન્ય ગંભીર ગુન્હામાં સંડોવી દેવાની ધમકી આપેલ હોય આ બાબતે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ હતી. અને ૭ દિવસમાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે ઉપવાસ આંદોલનન કરવાની ફરજ પડશે તેવી ચિમકી સાથે આવેદનપત્ર પાઠવેલ છે.


