Gujarat

શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય અને 51 શક્તિપીઠ નું માહાત્મ્ય લેસર શૉ માં દેખાશે

અંબાજીમાં ગબ્બર ગોખ ખાતે હવે ભક્તો માટે લેસર શો શરૂ કરવામાં આવશે
ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત પર હવે મા અંબાની ફિલ્મ ભક્તો જોઈ શકશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ લેસર શૉ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંબાજી પર્વત નો સ્ટોન સપાટ હોવાથી આ પર્વત પર લેઝર કિરણો દ્વારા ભક્તોને માં અંબાનો મહિમા તેમજ તેના ઈતિહાસને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવશે રાત્રી દરમિયાન લેઝર કિરણો ના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ હવે લેસર શૉ અંબાજીમાં પણ દેખાશે શક્તિપીઠ અંબાજી અને 51 શક્તિપીઠ નું માહાત્મ્ય લેસર શૉ માં દેખાશે અંબાજીમાં દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે આવે છે અંદાજીત 300 લોકો એકસાથે માં અંબાના પ્રાગટ્ય થી લઇ 51 શક્તિપીઠના મહત્વના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી બાબતોથી અવગત બને તે માટે લેઝર શો શરૂ કરવામાં આવશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *