Gujarat

ગીર સોમનાથ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં ભાગ લેવા વહીવટી તંત્રની અપીલ
———
સંકલન- રવી ત્રિવેદી, સહાયક માહિતી નિયામક, ગીર સોમનાથ
ફોટોઝ – સાજીદ કાઠી, જિલ્લા માહિતી કચેરી, ગીર સોમનાથ
          ગીર સોમનાથ. તા ૨૦: સમગ્ર રાજ્યમાં ૨૧મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં અનેક સંસ્થાના પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી.
જિલ્લામાંવિવિધ નગરપાલિકા, ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાની વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેની રૂપરેખાની જાણકારી કલેક્ટર શ્રીએ આપી હતી. જિલ્લા કક્ષાની ઉજવણી સોમનાથ ચોપાટી ખાતે સવારે ૬.00 કલાકેથી કરવામાં આવશે અને આ પ્રસંગે રાજ્યકક્ષાના પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમની ગરિમામય ઉપસ્થિતી અને અતિથી વિશેષ તરીકે પદ્મશ્રી ભરતભૂષણજી ઉપસ્થિત રહેશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સંસ્થાઓ પણ સહભાગી થશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થાય તેવી અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *